મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદના વસ્ત્રાલમાં ૭ મહિનાથી નકશો ન મળતાં રોષ

સોર્સ: gstv

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઇમારતોના નકશા અને બીયુ પરમિશન ઓનલાઇન આપવાની મોટી-મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વસ્ત્રાલના અબજીબાપા લેકવ્યુના રહીશો છેલ્લા ૭ મહિનાથી પોતાની ઇમારતનો નકશો મેળવવા માટે ઝોનલ કચેરીથી રેકોર્ડ વિભાગ સુધી ધક્કા ખાઈ રહ્યા છે. તંત્ર દ્વારા નકશો ઉપલબ્ધ ન હોવાનું લેખિતમાં અપાતાં રહીશોએ ગેરકાયદેસર બાંધકામ છાવડવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ૪૦૦થી વધુ મકાનો ધરાવતી આ સોસાયટીના મૂળ નકશામાં ત્રણ ગેટ હતા, જેમાંથી બે ગેટ પર ગેરકાયદેસર બાંધકામ કરી દેવાતાં હાલ માત્ર એક જ ગેટ કાર્યરત છે. કોઈ દુર્ઘટના સર્જાય તો ઇમરજન્સી એક્ઝિટ ન હોવાથી રહીશોના જીવ જોખમમાં મુકાયા છે, જેને પગલે ડિજિટલ તંત્રની આવી કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો