મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદમાં કોંગ્રેસની વોટ બચાવો, દેશ બચાવો અભિયાન અંતર્ગત મળી બેઠક

સોર્સ: gstv

અમદાવાદમાં ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અમદાવાદ શહેર પ્રમુખ સોનલ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મતચોરી કેવી રીતે થઈ રહી હોવાના આક્ષેપો અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરેક કાર્યકર્તાને મતદાન મથક પર સક્રિય રહેવા અને ગેરરીતિ જણાય તો અવાજ ઉઠાવવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં અમદાવાદના તમામ વોર્ડ પ્રમુખો અને કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા.

આ સમાચાર શેર કરો