મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મોરબીમાં લોકતંત્ર બચાવો અભિયાનની બેઠક, 27મીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની રેલી

સોર્સ: gstv

મોરબીમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન હેઠળ આગામી 27 તારીખે રાજકોટ ખાતે રેલી યોજાશે. સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનની રેલી રાજકોટમાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીના આયોજન અને અભિયાનને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. લોકતંત્રના રક્ષણ અને અરાજકતા સામે અવાજ ઉઠાવવાના હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો