મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ‘આ તો દાદાગીરી છે!’ પાણીની અછત મુદ્દે CM-જીતુ વાઘાણી પર જળશક્તિ મંત્રી પાટીલની રમૂજી ટિપ્પણી

સોર્સ: gstv

રાજ્યમાં પાણીની સ્થિતિને લઈને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે અલ નીનોની અસરને કારણે પાણીની સ્થિતિ ઊભી થઈ હોવાનું જણાવતાં કહ્યું કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની સ્થિતિ સારી છે. પાણીની સમસ્યાને લઈને તેમણે મુખ્યમંત્રી અને જીતુભાઈ વાઘાણી સાથેની ચર્ચાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પાટીલ રમૂજ અંદાજમાં જોવા મળ્યા

સી.આર. પાટીલેરમૂજી અંદાજમાં કહ્યું કે પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને અન્ય રાજ્યોમાંથી પાણી લાવવા માટે મુખ્યમંત્રી અને જીતુભાઈ વાઘાણી તેમના પર દબાણ કરે છે. આપણા ઘરે આવીને આપણા પર જ દબાણ કરે છે. આ વાતને આગળ વધારતાં તેમણે હળવા અંદાજમાં તેને ‘દાદાગીરી’ ગણાવી હતી.

પાણીની સમસ્યા હાલ અનેક વિસ્તારો માટે મહત્ત્વનો મુદ્દો બની રહી છે. ત્યારે અલ નીનોની અસર અને પાણીની ઉપલબ્ધતાને લઈને સી.આર. પાટીલના નિવેદને ધ્યાન ખેંચ્યું છે. 

આ સમાચાર શેર કરો