મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જૂનાગઢના માંગરોળ પાસે તુફાન અને બલેનો કાર વચ્ચે અકસ્માત

સોર્સ: gstv

જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક સાંગાવાડા ગામ પાસે તુફાન કાર અને બલેનો કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આશરે આઠ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે તુફાન કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં સવાર મુસાફરો મહારાષ્ટ્રના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મુસાફરો દ્વારકાના દર્શન કરીને સોમનાથ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ગંભીર ઘટનાને પગલે શીલ પોલીસ મથક દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો