મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદના આંગણે વધુ એક વિશ્વ સ્તરની સ્પર્ધા

સોર્સ: gstv

કોમનવેલ્થ ગેમ્સ બાદ વધુ એક વિશ્વ સ્તરની રમત ગમત સ્પર્ધાની યજમાની અમદાવાદને મળી છે. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓ પૈકીની એક એવી વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૯ નું આયોજન અમદાવાદ શહેરમાં કરવામાં આવશે. દેશના ઇતિહાસમાં આ સૌપ્રથમ વખત બનશે જ્યારે વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ભારતની ધરતી પર રમાશે. અને તેમાં પણ અમદાવાદની યજમાની મળતા ગુજરાતના ખેલપ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આ ઐતિહાસિક ઉપલબ્ધિ અંગે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર માહિતી શેર કરી દેશવાસીઓ અને રમતપ્રેમીઓને અભિનંદન પાઠવ્યા છે. ગુજરાતમાં નિર્માણ પામેલા અત્યાધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટેડિયમોના કારણે અમદાવાદ હવે વૈશ્વિક સ્તરે રમતગમતની પ્રમુખ પસંદગી બની ચૂક્યું છે. અમદાવાદ ખાતે અગાઉ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 અને એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 ના સફળ આયોજનો બાદ, હવે વિશ્વ કક્ષાની સૌથી મોટી 2029 ની વૈશ્વિક સ્પર્ધા પણ અહીં યોજાવા જઈ રહી છે.

આ સમાચાર શેર કરો