મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભાવનગરમાં દારૂનો વિરોધ કરનાર યુવક પર હુમલો

સોર્સ: gstv

ભાવનગરના અકવાડા વિસ્તારમાં દેશી દારૂના ગેરકાયદે વેચાણનો વિરોધ કરનાર સાગર બારૈયા નામના યુવક પર બુટલેગરોએ જીવલેણ હુમલો કર્યો છે. દારૂબંધી અંગે પોલીસમાં ફરિયાદ કરવાથી ઉશ્કેરાયેલા કનુ અને તેના સાથીદારોએ ઘરમાં ઘૂસી ધોકા તથા કુહાડી જેવા હથિયારો વડે મારપીટ કરી ઈજા પહોંચાડી હતી સ્થાનિક વિસ્તારમાં આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. ભોગ બનનાર યુવકના જણાવ્યા મુજબ અગાઉની રંજિશ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો