મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગોવિંદપુરા ગામમાંથી સામે આવ્યું આશ્ચર્યજનક દ્રશ્ય

સોર્સ: gstv

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામની વચ્ચેથી એક આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે, જેમાં જંગલનો રાજા સિંહ મરાયેલા શિકારની મિજબાની માણતો કેમેરામાં કેદ થયો છે. જંગલમાં પૂરતો શિકાર ન મળવાને કારણે હવે સાવજો ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને માનવ વસ્તી તરફ વળ્યા છે. ગામની બરાબર વચ્ચે લોકોની હાજરી હોવા છતાં આ સિંહ કોઈપણ ખુબ આરામથી પોતાનું ભોજન લેતો નજરે પડ્યો હતો. આ અનોખો અને ચોંકાવનારો નજારો સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગામની વચ્ચોવચ સિંહ શાંતિથી મિજબાની માણી રહ્યો હતો.. ધારી અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની આ પ્રકારે અચૂક હાજરી રહેતી હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં સતત ભય અને પોતાના માલ ઢોરોની સલામતી માટે ચિંતાનો માહોલ પણ છવાયેલો રહે છે.

આ સમાચાર શેર કરો