Video: પાવીજેતપુરના સુસ્કાલ ગામે પિતા સામે 8 વર્ષના પુત્રની હત્યાનો આરોપ, પોલીસ તપાસ તેજ

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામે આઠ વર્ષના બાળકના મોતની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, પિતા દિનેશ નાયકા પર પોતાના પુત્રની હત્યા કરવાનો આક્ષેપ છે. ઓરસંગ નદીના કિનારે બનેલી આ ઘટના બાદ બાળકનો મૃતદેહ ખાડામાંથી મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ પિતાએ પણ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેમને ગંભીર હાલતમાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એફએસએલની ટીમે પણ ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે.







