મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભુજના ઝુરા ગામમાં ઘાસ ભરેલી ટ્રકમાં ભીષણ આગ

સોર્સ: gstv

કચ્છ જિલ્લાના ભુજના ઝુરા ગામ પાસે ઘાસ ભરેલી એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એક ગેસ એજન્સી નજીક લાગી હોવાથી સમગ્ર વિસ્તારમાં મોટી હોનારત સર્જાવાનો ભય ઊભો થયો હતો. ઘટના અંગે ૧૧૨ નંબર પરથી ફાયર સ્ટેશન કંટ્રોલ રૂમને તાત્કાલિક કોલ આપી જાણ કરવામાં આવી હતી. ગેસ એજન્સીની નજીક સ્થિતિ હોવાથી ઘટનાની ગંભીરતા સમજીને ફાયર ટીમ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચીને ભારે જહેમત અને ત્વરિત કામગીરી હાથ ધરીને આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર ટીમની સમયસરની સજાગતાને કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી અને આસપાસનો વિસ્તાર સુરક્ષિત રહ્યો હતો. જોકે, આ ભીષણ અકસ્માતમાં ટ્રકમાં રહેલો કીમતી ઘાસનો સમગ્ર જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

આ સમાચાર શેર કરો