Video: દિવાળીની ખરીદીથી અમદાવાદના બજારોમાં રોનક

દિવાળીનો તહેવાર નજીક આવતાં જ અમદાવાદના ભદ્ર બજારમાં ખરીદીની રોનક જામી છે. કપડાં, દીવા, ઘરની સજાવટ અને પૂજાપાની સામગ્રી ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો બજારમાં ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ ગ્રાહકોની ભીડને કારણે ભદ્ર વિસ્તાર અને આસપાસના રસ્તાઓ ધમધમી રહ્યા છે. તહેવારની ખરીદીને પગલે વેપારીઓમાં પણ સારા વેપારની આશા જાગી છે. જોકે, ભદ્ર વિસ્તારને દબાણમુક્ત કરવાની કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ફેરિયાઓ અને ગ્રાહકોની ભારે ભીડને કારણે રસ્તાઓ પર અવરજવર મુશ્કેલ બની રહી છે અને વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.







