Video: કોલસાની અછત વચ્ચે થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલનો કાળો કારોબાર બેફામ

સુરેન્દ્રનગરના થાનગઢમાં કોલસાની અછત વચ્ચે ગેરકાયદેસર કાર્બોસેલનો કાળો કારોબાર ફરી ધમધમ્યો છે. તત્કાલીક ડેપ્યુટી કલેક્ટરની બદલી બાદ ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે અને હવે આ ચોરીનું નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી ફેલાયું છે. રાજ્યમાં એક તરફ કોલસાની અછતને કારણે વીજ કાપ મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ જમીનના પેટાળમાંથી કાર્બોસેલની બેફામ ચોરી થઈ રહી છે છતાં સ્થાનિક તંત્ર મૂકપ્રેક્ષક બની લાચાર દેખાઈ રહ્યું છે.







