Video: વરસાદની ઘટથી સુરેન્દ્રનગરમાં પાણીની વિકટ સમસ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની વીસ ટકા જેટલી ઘટ નોંધાતા અને જળાશયોના તળિયા દેખાતા ગંભીર જળસંકટ ઊભું થયું છે. છેલ્લા એક મહિનાથી સૌની યોજનાની પાણીની લાઇન બંધ રહેવાથી વઢવાણ, મુળી, થાનગઢ, સાયલા, ચોટીલા અને ધ્રાંગધ્રામાં હાલાકી સર્જાઈ છે. ધોળીધજા ડેમમાં માત્ર પંદર ફૂટ પાણી જ બચ્યું છે, જેના કારણે ત્રણ લાખથી વધુ લોકોની પીવાની પાણીની જરૂરિયાત સામે મોટો પ્રશ્ન ખડો થયો છે. તળાવો સાવ ખાલી થઈ જતાં અને પાણી ન મળતાં માલધારીઓ પોતાના પશુધન અને પરિવાર સાથે અન્ય વિસ્તારોમાં હિજરત કરવા મજબૂર બન્યા છે. ખેડૂતો અને ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે સૌની યોજનાની લાઇન શરૂ કરવા તેમજ પશુઓ માટે રાહત છાવણીઓ ખોલવાની માંગ કરી છે.







