Video: સુરતના વેસુ વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના

સુરતના વેસુ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પૂરપાટ ઝડપે દોડતી કારની અડફેટે આવી જતાં અઢી વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રમિક પરિવારનું આ માસૂમ બાળક રમતી વખતે એક મહિલા કારચાલકની ગાડીની અડફેટે ચડી ગયું હતું, અને બાળક પર કારનું ટાયર ફરી વળતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત સર્જ્યા બાદ મહિલા કારચાલકે ઘટનાસ્થળેથી ભાગી છૂટવાનો નિરર્થક પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવીને મહિલા કારચાલકને પકડી પાડી હતી. પરિવારજનોએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં બાળકને હોસ્પિટલ ખસેડયો હતો પરંતુ ફરજ પરના તબીબોએ તપાસીને તેને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ વેસુ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધીને મહિલા કારચાલકની અટકાયત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે..







