Video: ખંભાળિયામાં ઓછા વરસાદને કારણે ઘાસચારા અને પાણીની અછત સર્જાતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સીમાડાઓ પાણી વિના સુકાઈ ગયા છે. આ વર્ષે નહિવત વરસાદને કારણે ઘેટાં-બકરાં જેવા અબોલ પશુઓ માટે ઘાસચારો અને પીવાનું પાણી મેળવવું પશુપાલકો માટે મોટો પડકાર બન્યો છે. માલધારીઓ સવારથી જ પશુઓને લઈને રઝળપાટ કરે છે, છતાં માંડ એક સમયનું પાણી મળે છે. ચારા અને પાણીની તંગીના કારણે પશુઓની હાલત દયનીય બની છે. જો તંત્ર દ્વારા સમયસર ઘાસ અને પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે, તો પશુઓને બચાવવા માટે માલધારીઓએ અન્યત્ર હિજરત કરવી પડશે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.







