Video: દિલ્હીની ‘વોટ બચાવો’ રેલીમાં સુરેન્દ્રનગરના ૨૦૦ લોકો જોડશે

જ્ઞાનેશ કુમારના રાજીનામાના મુદ્દે દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાવા જઈ રહેલી વિશાળ રેલીને લઈને સુરેન્દ્રનગરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ‘વોટ બચાવો, દેશ બચાવો’ના નારા સાથે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા ૧ નવેમ્બરના રોજ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૨૦૦ જેટલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સહભાગી થશે. આ રેલીમાં જોડાવા માટે આગામી ૨૮ ઓક્ટોબરના રોજ બસ મારફતે રવાના થવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં હાલ નેતાઓ અને કાર્યકરો વચ્ચે બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે.






