Video: બનાસકાંઠા અને વાવ-થરાદને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માગ

વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં પાણીની ગંભીર સમસ્યા અને વરસાદની ખેંચના કારણે દુષ્કાળ જેવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. મોંઘવારી અને પાણીની અછત વચ્ચે ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરીને વાવ-થરાદ અને બનાસકાંઠાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. સરકારે ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા બાદ, આ વિસ્તારોમાં પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી ખેડૂતોને પાક નુકસાન સામે યોગ્ય રાહત પેકેજ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.








