મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ૧૯૯૯ના સિમેન્ટ છેતરપિંડી કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

સોર્સ: gstv

અમરેલી જિલ્લાની રાજુલા પોલીસે ૨૭ વર્ષ જૂની સિમેન્ટ છેતરપિંડીના કેસમાં મોટી સફળતા મેળવી છે. વર્ષ ૧૯૯૯માં ૬૦૦ બેગ સિમેન્ટ વેચીને ટ્રક મુકી નાસી છૂટેલો મુખ્ય આરોપી અબ્દુલ સત્તાર કુરેશી નાગપુરથી પકડાયો છે. પોલીસે હાથથી લખાયેલી જૂની એફ.આઈ.આર. અને ચૂંટણી પંચની મતદાર યાદીઓની મદદથી યુપીના આ આરોપીનું સાચું સરનામું શોધ્યું હતું. ત્યારબાદ મહારાષ્ટ્રના નાગપુરમાં બસમાં પેસેન્જર બનીને ચડેલી રાજુલા પોલીસે બસ ડ્રાઇવિંગ કરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. રાજુલા ડિવિઝનના DySP નયના ગોરડીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ સફળ કામગીરીની વિગતો આપી હતી.

આ સમાચાર શેર કરો