Video: અમદાવાદમાં સોસના અસુરક્ષિત સેમ્પલ મળતા સીલિંગ કાર્યવાહી

અમદાવાદમાં ફૂડ વિભાગ દ્વારા સોસ બનાવતા એકમો પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 15 અને 17 ઓક્ટોબરના રોજ લેવાયેલા સોસના સેમ્પલ લેબોરેટરી રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં આ પગલું ભરાયું છે. તપાસ દરમિયાન બહેરામપુરા વિસ્તારમાં સોસ બનાવતા એકમોમાં માનવ શરીર માટે હાનિકારક એવા નોન-પરમિટેડ સિન્થેટિક કલરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. કાયદાકીય નિયમોનું ગંભીર ઉલ્લંઘન માલૂમ પડતાં ફૂડ વિભાગે આ એકમોને સ્થળ પર જ સીલ કરી દીધા છે. આ કાર્યવાહીથી સોસ ઉત્પાદકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સીલ કરાયેલા એકમોમાં રહેલા સોસના દૂષિત જથ્થાનો ટૂંક સમયમાં નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.






