Video: રાજકોટ: આંગડિયા પેઢીમાં લૂંટનો પ્લાન નિષ્ફળ, પાંચ ઝડપાયા

રાજકોટ શહેર એસઓજી પોલીસે દિવાળીના તહેવારો દરમિયાન મોટી સફળતા મેળવતા આંતરરાજ્ય હથિયારધારી ગૅંગનો પર્દાફાશ કર્યો છે. જૂનાગઢની આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્લાન બનાવી ફરતા યુપી, બિહાર અને મુંબઈના પાંચ શખ્સોને કુવાડવા નજીકથી દબોચી લેવાયા છે, જ્યારે એકની શોધખોળ જારી છે. પોલીસે આરોપીઓ પાસેથી દેશી પિસ્તોલ, છરી, બેઝબોલનો ધોકો અને એક્સયુવી કાર સહિત રૂ. 5.61 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુખ્ય આરોપી રંજનકુમાર સામે બિહારમાં લૂંટ, ધાડ અને હત્યા જેવા નવ ગુના નોંધાયેલા છે. આ ટોળકીએ જામનગર અને જૂનાગઢમાં આંગડિયા પેઢીઓની રેકી કરી લૂંટનું આયોજન કર્યું હોવાનો ખુલાસો થયો છે.








