મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગરમાં ચોમાસા બાદ તુરંત જ ભયાનક જળસંકટના એંધાણ

સોર્સ: gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની વિદાયના ગણતરીના દિવસોમાં જ જળસંકટ ઘેરું બન્યું છે. જિલ્લાના કુલ 11 ડેમોમાંથી 3 ડેમો સંપૂર્ણ ખાલી થઈ ચૂક્યા છે, જ્યારે ધારી, નિભાણી અને મોરસલ જેવા ડેમોમાં તળિયાઝાટક માત્ર 5થી 12 ટકા પાણી જ બચ્યું છે. જિલ્લાના તમામ જળાશયોમાં સરેરાશ 50 ટકા પાણીનો જથ્થો બચતા પીવાના પાણી અને પશુપાલન માટે વિકટ સમસ્યા સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. એક તરફ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પૂરતા પાણીના દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા સૌની યોજનાનું પાણી આપવાનો ઇનકાર કરી રહ્યા છે, જેને પગલે પશુપાલકોમાં હિજરત કરવાનો વારો આવે તેવી ચિંતા વ્યાપી ગઈ છે.

આ સમાચાર શેર કરો