મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પીએમ મોદીના પિતા પર ટિપ્પણી: ભાજપનો વિરોધ

સોર્સ: gstv

મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા પર કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીના વિરોધમાં ભાજપ દ્વારા ગાંધીનગરમાં સખત વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શન ગાંધીનગરના ઘ-૫ સર્કલથી શરૂ થઈને કોંગ્રેસ સમિતિ સુધી પહોંચશે. ભાજપના કાર્યકરો અને નેતાઓ આશરે ૫૦૦ મીટર સુધી વિશાળ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે આગળ વધશે. આ પ્રદર્શનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રભારી તરુણ ચૂઘ વિશેષ ઉપસ્થિત રહેશે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરના તમામ મુખ્ય નેતાઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો વિરોધ નોંધાવવા હાજર રહેશે.

આ સમાચાર શેર કરો