મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: બારાસડી ગામે નિર્માણધીન મંદિરમાં દર્દનાક અકસ્માત

સોર્સ: gstv

પલસાણાના બારાસડી ગામે નિર્માણધીન સ્વામિનારાયણ મંદિરમાં અઢાર વર્ષીય કિરણ ડામોરનો પગ લપસતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. પહેલા માળેથી નીચે પટકાતાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભો રહેલો ત્રણ પોઇન્ટ પાંચ ફૂટ લાંબો લોખંડનો સળિયો તેની આંખ અને હાથમાં આરપાર ખૂંપી ગયો હતો.ઘટનાસ્થળે ગ્રાઈન્ડરથી સળિયો કાપી યુવકને તાકીદે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ફાયર બ્રિગેડ અને ન્યૂરોસર્જન ટીમે અઢી કલાકની ભારે જહેમત બાદ સળિયો સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. મગજની નસો ડેમેજ થવાના કારણે બ્લડ સર્ક્યુલેશન અટકી જતાં યુવકની સ્થિતિ અત્યંત નાજુક છે અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો