મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: PM મોદીના પિતા પરની ટિપ્પણીના વિરોધમાં ભાજપનું પ્રદર્શન, ગાંધીનગરમાં કોંગ્રેસ કાર્યાલય સુધી રેલી

સોર્સ: gstv

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પિતા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં ભાજપ દ્વારા ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન યોજાયો છે. ગાંધીનગરના ઘ-5 સર્કલથી ગાંધીનગર કોંગ્રેસ સમિતિની કચેરી સુધી ભાજપના નેતાઓ અને કાર્યકરોનો રેલી સ્વરૂપે જઈ વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન છે.

ગાંધીનગર કોંગ્રેસ કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચશે

આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ પ્રભારી તરુણ ચુગ સહિતના આગેવાનો જોડાશે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરના ભાજપના નેતાઓ પણ વિરોધ પ્રદર્શનમાં હાજર રહેશે. ભાજપના નેતાઓ અને કાર્યકરો ઘ-5 સર્કલથી રેલી સ્વરૂપે ગાંધીનગર કોંગ્રેસ સમિતિની કચેરી સુધી પહોંચશે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવશે.

પ્રધાનમંત્રીના પિતા અંગે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ભાજપે વિરોધનો માર્ગ અપનાવ્યો છે. ગાંધીનગરમાં યોજાનારા આ કાર્યક્રમમાં પ્રદેશના અગ્રણી નેતાઓની હાજરીને કારણે રાજકીય માહોલ ગરમાવાની શક્યતા છે. 

આ સમાચાર શેર કરો