Video: મંજુસર ગામે ઘરેલુ ગેસ સિલિન્ડર કૌભાંડનો પર્દાફાશ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામે ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢી અન્ય સિલિન્ડરમાં ભરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. દિલીપ પ્રોવિઝન સ્ટોર ખાતે ચાલી રહેલી આ ગેરરીતિ અંગે મંજુસર પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકી ગેસ સિલિન્ડરની સીલ ખોલી, ગેસ રિફિલ કરીને ફરી સીલ મારી દેતી હતી. ત્યારબાદ ગ્રાહકોને ઓછા વજનના સિલિન્ડર આપીને ગેરકાયદે આર્થિક લાભ મેળવતી હતી. પોલીસે નરેન્દ્રસિંહ રાજપૂત અને રોશનબેન વોરા સામે ગુનો નોંધી, આ કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ શરૂ કરી છે.








