મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમ મોદીના આગમનની તૈયારીઓ તેજ

સોર્સ: gstv

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર વિસ્તારમાં રસ્તાઓનું સમારકામ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ કામગીરી માટે હજારો મજૂરો દિવસ-રાત જોતરાયા છે. પીએમ મોદીના આગમન પહેલાં સમગ્ર વિસ્તારને ચકાચક અને આકર્ષક બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો