Video: હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીમાં 2026-27ની પિલાણ સિઝન શરૂ:મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં 6 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણનો નિર્ધાર

ભરૂચના હાંસોટ તાલુકાની પંડવાઈ સુગર ફેક્ટરીમાં નવી શેરડી પિલાણ સિઝનની શરૂઆત કરવામાં આવ્યો છે.આ સમયે રાજ્યના જળસંપત્તિ મંત્રી અને ફેક્ટરીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહી વિધિવત પૂજા અર્ચના કરી..આ પ્રસંગે ચાલુ સિઝન દરમિયાન ૬ લાખ મેટ્રિક ટન શેરડીના પિલાણનો મોટો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોને અપીલ કરી હતી કે તેઓ નોંધાવેલી શેરડી અન્યત્ર મોકલવાને બદલે પંડવાઈ સુચરમાં જ આપે અને ફેક્ટરીને સહયોગ કરે.આ પ્રસંગે વાઇસ ચેરમેન અનિલ પટેલ અને એમડી મુકેશ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.








