મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: “સરકાર માત્ર જાહેરાત કરી ઉજવણી ન કરે, યોગ્ય અમલવારી પણ કરે”

સોર્સ: gstv

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ અંગે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી અને કોંગ્રેસના આગેવાનો દ્વારા સતત લડત ચલાવવામાં આવી રહી હતી. આખરે સરકારના પેટનું પાણી હલ્યું છે અને રાજ્યના ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે.

ચાવડાએ જણાવ્યું હતું કે, ખેડૂતો અને પશુપાલકો કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા અગાઉથી જ યોગ્ય પગલાં લેવા જરૂરી હતા. લાંબી માંગણીઓ બાદ સરકારે આ નિર્ણય લીધો છે. ચાવડાએ કહ્યું કે સરકાર માત્ર જાહેરાત કરી ઉજવણી ન કરે પણ દુષ્કાળના મેન્યુઅલની યોગ્ય અમલવારી કરે.

આ સમાચાર શેર કરો