મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નિર્ણય બદલો નહીં તો દિવાળી પછી મોરચો માંડીશું: પાલ આંબલિયા

સોર્સ: gstv

સરકારે દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓ માટે કરેલી જાહેરાતને કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ ખેડૂતોની મજાક સમાન ગણાવી. જો સરકાર દ્વારા નિર્ણય નહીં બદલાવવામાં આવે તો આગામી 12 નવેમ્બરથી લડતનું રણશીંગુ ફૂંકવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. દુષ્કાળગ્રસ્ત જાહેર થયા બાદ સરકારે કરવાના થતા ફરજિયાત કાર્યોમાં પાક ધિરાણ માફ કરવું, 7 કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્ર ખોલવા, રાહતકામો શરૂ કરવા અને પશુઓ માટે સહાય આપવાની માગ કરી છે. સાથે જ કહ્યું કે, અગાઉની સરકારમાં પાકવીમો અને SDRF એમ બંને યોજનાઓના લાભ મળતા હતા, પરંતુ વર્તમાન સરકારે પાકવીમા યોજના બંધ કરી દીધી છે. બે હેક્ટરની મર્યાદામાં અપાતી આ સહાય અપૂરતી ગણાવી.

આ સમાચાર શેર કરો