Video: ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ચાર જિલ્લાઓ માટે વિશિષ્ટ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ડો. અનિલ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની આ સરકાર ખેડૂતોની જ સરકાર છે. વિવિધ માધ્યમો દ્વારા કરાયેલા સર્વે બાદ ૪ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. પેકેજ હેઠળ ખેડૂતોને હેક્ટર દીઠ૮,૫૦૦ (મહત્તમ ૨ હેક્ટર) સહાય ૧ તારીખથી ચૂકવાશે. આ ઉપરાંત પશુપાલકોને પશુ દીઠ ૮૦ ની સહાય અને રાહત દરે ઘાસચારો પૂરો પાડવામાં આવશે. સરકારે ખાતરી આપી છે કે અન્ય વિસ્તારોમાં પણ જરૂરિયાત મુજબ સર્વે કરીને મદદ પહોંચાડવામાં આવશે.






