Video: ગણદેવીના મટવાડમાં અંબિકા નદી પટમાં સરકારી જમીન પર દબાણ અને ખનન:ગ્રામીણોએ કલેક્ટરને આવેદન આપી લેન્ડ ગ્રેબિંગની કરી માગ

નવસારી જિલ્લાના નેશનલ હાઈવે નંબર ૪૮ ને અડીને આવેલા ગણદેવી તાલુકાના મટવાડ ગામે અંબિકા નદી કિનારે મોટો વિવાદ સામે આવ્યો છે.અહીં ખાનગી જમીન ધારક દ્વારા આસપાસની સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાની રાવ ઊઠી છે.ખાનગી જમીનમાં દીવાલ બનાવવાના બહાને મોટા પાયે માટીનું ખનન કરાતાં નદીના પટ અને નજીકના પુલને ભારે નુકસાન પહોંચ્યું હોવાની ફરિયાદો ઉઠી છે.આ ગેરકાયદે પ્રવૃત્તિ સામે મટવાડના ગ્રામીણોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.સ્થાનિકોએ દબાણ તાત્કાલિક દૂર કરી દોષિતો સામે લેન્ડ ગ્રેબિંગ અને બિનઅધિકૃત માટી ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરી છે.







