મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કામરેજ સુગર ફેક્ટરીમાં આજથી નૂતન પિલાણ સત્રનો પ્રારંભ

સોર્સ: gstv

સુરતની કામરેજ સુગર ફેક્ટરીમાં આસો સુડ પૂનમના પાવન પર્વે શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-હવન સાથે આજથી નૂતન પિલાણ સત્રનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ શુભ પ્રસંગે ચેરમેન અશ્વિન પટેલ, વાઇસ ચેરમેન તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ફેક્ટરી દ્વારા આગામી માર્ચ મહિના સુધીમાં કુલ ૫ લાખ ૭૫ હજાર ટન શેરડી પિલાણ કરવાનો મહત્ત્વપૂર્ણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નવું પિલાણ સત્ર શરૂ થતાની સાથે જ દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા મહેનતુ ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે અને ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો