Video: કચ્છના ભુજથી દિલ્હી માટે નવી એર ઈન્ડિયા ફ્લાઈટ શરૂ

કચ્છના ભુજ એરપોર્ટથી દિલ્હી માટે એર ઈન્ડિયાની 164 મુસાફરોની ક્ષમતા ધરાવતી નવી સવારની ફ્લાઈટ સેવા શરૂ થતાં જ મુસાફરો માટે હવાઈ સફર વધુ આસાન બની છે. નવી ફ્લાઈટ ભુજથી સવારે 8:15 વાગ્યે ઉપડીને 9:45 વાગ્યે દિલ્હી પહોંચશે, જ્યારે દિલ્હીથી સવારે 5:50 વાગ્યે ઉપડીને 7:35 વાગ્યે ભુજ એરપોર્ટ પર ઉતરાણ કરશે. આ નવી ફ્લાઈટનું ભુજ એરપોર્ટ ખાતે વોટર કેનન સેલ્યુટ આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એરપોર્ટ ડિરેક્ટર નવીનકુમાર સાગર અને એર ઈન્ડિયાના મેનેજર એસ. બી. સિંહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટો મળીને ભુજથી હવે દૈનિક કુલ 4 ફ્લાઈટની સુવિધા ઉપલબ્ધ થશે.








