Video: ડાકોરમાં શરદ પૂનમે કાળિયા ઠાકોરે સવા લાખનો મુગટ પહેર્યો

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આસો સુદ શરદ પૂર્ણિમા નિમિત્તે રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજના દરબારમાં વૈષ્ણવ પરંપરા મુજબ ભવ્ય ઉજવણી થઈ રહી છે. આજના પાવન દિવસે કાળિયા ઠાકોરે કરોડો રૂપિયાના મૂલ્યનો ઐતિહાસિક 'સવા લાખનો મુગટ' અને સોનાની મોરલી સહિતના અલંકારો ધારણ કર્યા હતા. વર્ષની આખરી પૂનમે ભગવાનને ચંદ્રમાને ધરાવેલો દૂધ-પૌઆનો ભોગ અર્પણ કરવામાં આવ્યો છે. આખા વર્ષની બારેય પૂનમનું પુણ્ય ફળ આપતી આ પૂનમે 'જય રણછોડ, માખણ ચોર'ના નાદ સાથે અસંખ્ય ભક્તો ડાકોરધામ ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.








