Video: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દેશના પ્રથમ સર્ક્યુલર ગ્લાસ વોકવે સાથે તૈયાર થયો 'રેઇન ફોરેસ્ટ' પ્રોજેક્ટ, PM મોદી કરશે લોકાર્પણ

નર્મદાના એકતાનગરના પ્રવાસન આકર્ષણોમાં હવે વધુ એક નવું નઝરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. ૧૨ એકરમાં ફેલાયેલા આ રેઇન ફોરેસ્ટમાં ૨૦ રેઇન ગન ટાવર દ્વારા પ્રવાસીઓ વર્ષભર વરસાદનો અનોખો અનુભવ કરી શકશે. પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ ભારતમાં પ્રથમ વાર બનાવાયેલો ગોળાકાર 'સ્કાય વોકવે' ગ્લાસ વોકવે છે, જેમાં ૩૫ મિલીમીટર જાડાઈના ૧૩૨ કોરિયન ગ્લાસ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બબલ ફાઉન્ટન, વોટરફોલ અને વિવિધ રાજ્યોના વૃક્ષો પણ આકર્ષણ જમાવશે. આ રેઇન ફોરેસ્ટ પ્રવાસીઓને કુદરત, હરિયાળી અને રોમાંચનો એક અદ્ભુત અને યાદગાર અનુભવ પૂરો પાડશે.







