Video: તારાપુરના આદરૂજમાં 15 દિવસથી પાણી ભરાતા ગ્રામજનો આક્રોશમાં

આણંદના તારાપુર તાલુકાના આદરૂજ ગામમાં છેલ્લા 15 દિવસથી મુખ્ય ચોક અને રસ્તાઓ પર પાણી ભરાયેલા રહેતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સીમમાંથી આવતા પાણીના નિકાલની કાંસ પર કેટલાક લોકોએ દબાણ કરી દેતા પાણીનો નિકાલ રૂંધાયો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. નવરાત્રિ બાદ હવે દિવાળી જેવા પવિત્ર તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રસ્તાઓ પર ગંદા પાણીના ખાબોચિયાં ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ઘરે-ઘરે માંદગીના ખાટલા ખડકાયા છે. લોકો ઘરની બહાર નીકળી શકતા નથી ત્યારે તંત્ર દ્વારા તહેવારો પહેલાં રસ્તા પરથી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા જાળવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.








