મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જૂનાગઢમાં આંગડિયા પેઢી લૂંટાય તે પહેલાં રાજકોટ SOG નો મોટો ધડાકો: 5 ધાડપાડુ હથિયારો સાથે ગિરફ્તાર

સોર્સ: gstv

રાજકોટ શહેર SOG પોલીસને એક મોટી સફળતા સાંપડી છે. પોલીસે માહિતીના આધારે કુવાડવા નજીકથી ઉત્તર પ્રદેશ, બિહાર અને મુંબઈના પાંચ શાતિર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ જૂનાગઢની એક આંગડિયા પેઢીમાં ધાડ પાડવાની મોટી ફિરાકમાં હતા. જોકે, ધાડ પાડે તે પહેલાં જ રાજકોટ પોલીસે તેમની યોજના પર પાણી ફેરવી દીધું હતું. પોલીસે આરોપીઓ પાસેથી એક્સયુવી કાર, પિસ્તોલ, છરી, ધોકા, એલ્યુમિનિયમ સ્ટીક અને ડિસમિસ સહિતનો ભયાનક મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર શખ્સની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો