Video: રાજકોટમાં વીજકાપથી MSME ઉદ્યોગો મુશ્કેલીમાં: મિનિમમ ચાર્જ છતાં બેવડા માર સામે ચેમ્બર ઓફ કોમર્સ લાલઘૂમ

રાજકોટના ઔદ્યોગિક એકમોમાં બુધવારે રાખવામાં આવતા વીજકાપના નિર્ણયથી ઉત્પાદન પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને તહેવારોના ટાણે જ ઉત્પાદન ઠપ થઈ જવાની શક્યતાને પગલે સ્થાનિક ઉદ્યોગકારો ભારે ચિંતામાં મુકાયા છે. ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા MSME એકમો અને રોજગારીને બચાવવા માટે આ વીજકાપનો નિર્ણય ત્વરિત રદ્દ કરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ રાજીવભાઈ દોશીએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક ગ્રાહકો પાસેથી મિનિમમ ચાર્જ વસૂલાતો હોવા છતાં વીજકાપના કારણે ઉદ્યોગો પર બેવડો માર પડી રહ્યો છે.








