મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાટણમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ: વોટ ચોરી મુદ્દે આક્રમક

સોર્સ: gstv

મહારાષ્ટ્રના સાંસદ શ્યામકુમાર બરવેએ ભારતમાં 2024ની ચૂંટણી દરમિયાન થયેલી કથિત વોટ ચોરી અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ સમક્ષ સતત પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા હોવા છતાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર જવાબો ટાળી રહ્યા છે અને ભાજપ ચૂંટણી પંચની પાછળ છુપાઈ રહ્યું હોવાનો દાવો કરાયો હતો. કામઠી વિધાનસભામાં એક જ સરનામે 3000 જેટલા બોગસ મતદારો નોંધાયા હોવાનો ખુલાસો કરતા ડીએમ અને કોર્ટમાં ફરિયાદ નોંધાવાઈ છે. કોંગ્રેસે 'વોટ બચાવો, દેશ બચાવો' રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ હેઠળ 1લી તારીખે દિલ્હીના રામલીલા મેદાનમાં ઇન્ડિયા એલાયન્સની વિશાળ રેલી યોજવાની સાથે ન્યાય ન મળે તો આંદોલનની ચેતવણી આપી છે.

આ સમાચાર શેર કરો