મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરાના કુંભારવાડામાં માટીના પરંપરાગત અને આકર્ષક દીવાઓ બનાવવાની કામગીરી પૂરજોશમાં

સોર્સ: gstv

વડોદરા શહેરના કુંભારવાડામાં કારીગરો દ્વારા અવનવી ડિઝાઇન અને આકર્ષક આકારના દીવાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે માટીના દીવાઓની માંગમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. બીકોમ સુધીનો અભ્યાસ કરનાર કારીગર પ્રતીકના જણાવ્યા મુજબ, દિવાળીના તહેવારમાં માટીના દીવાઓની ખરીદી વધવાથી પરંપરાગત કળા સાથે જોડાયેલા પરિવારજનોમાં ખુશીનો માહોલ છે. જોકે, કાચા માલ, ઇંધણ અને પરિવહન ખર્ચ વધવાને કારણે દીવાઓના ભાવમાં સામાન્ય વધારો થયો છે. તેમ છતાં સ્વદેશી વસ્તુઓ પ્રત્યે લોકોનો ઉત્સાહ યથાવત્ રહેતા આ દિવાળીએ માટીના દીવાઓ અનેક ઘરોને રોશનીથી ઝળહળતા કરશે.

આ સમાચાર શેર કરો