Video: જૂનાગઢથી ફરાર થયેલી બાંગ્લાદેશી મહિલા અંકલેશ્વરથી ઝડપાઈ

જૂનાગઢમાં ખોટું નામ ધારણ કરીને મધુરમ વિસ્તારમાં રહેતી અને ગત 19 ઓક્ટોબરના રોજ પોલીસ પકડમાંથી ફરાર થઈ ગયેલી બાંગ્લાદેશી મહિલા આખરે ભરૂચના અંકલેશ્વરથી ઝડપાઈ ગઈ છે. જૂનાગઢ સી-ડિવિઝન પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી મેળવીને આ સફળ કાર્યવાહી કરી છે. પોલીસે મહિલાને ઝડપી લીધા બાદ સુરક્ષાના ભાગરૂપે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો આપ્યો હતો અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કોણ-કોણ સંકળાયેલું છે તે અંગે વધુ સઘન તપાસ હાથ ધરી છે.








