Video: અકસ્માતની અફવા બાદ બાવળાના દેવધોલેરામાં હિંસક તોડફોડ અને આગચંપી, 37 સામે ફરિયાદ

અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકાના દેવધોલેરા ગામ પાસે અકસ્માતની અફવા બાદ હિંસક તોડફોડ અને આગચંપીની ઘટના સામે આવી છે. ડમ્પરની અડફેટે યુવકનું મોત થયું હોવાની અફવા ફેલાતાં 30થી 40 લોકોના ટોળાએ ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. ટોળાએ માટી ભરેલા ડમ્પરો રોકી ડ્રાઇવરોને ધમકાવી ભગાડી મૂક્યા હતા અને વાહનો પર પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં, રાત્રિના સમયે અશોક લેલેન્ડ સહિતનાં ડમ્પરોમાં આગ ચાંપવામાં આવતાં વાહનમાલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે. આ ઘટનાના વીડિયો અને ઓડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે. સાહીલકુમાર અમૃતભાઈ પટેલની ફરિયાદના આધારે કેરાળા GIDC પોલીસ સ્ટેશનમાં સાત નામજોગ અને અન્ય 30 લોકો સામે ગુનો નોંધાયો છે, જ્યારે વધુ તપાસ PI કે.એસ. ચાવડાને સોંપવામાં આવી છે.
જાહેરાત







