મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ગાંધીનગર કમલમ ખાતે બેઠકોનો દોર: પ્રભારીની હાજરીમાં પ્રદેશ આગેવાનોની બેઠક

સોર્સ: gstv

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ થયો છે. પ્રદેશ પ્રભારી તરુણ ચુગની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠન મહામંત્રી તેમજ સંગઠન સહ મહામંત્રી પણ ખાસ હાજર રહ્યા હતા. પાર્ટીના વરિષ્ઠ નેતાઓની આ મહત્વની બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ, સંગઠનાત્મક બાબતો અને પક્ષ દ્વારા આગામી સમયમાં હાથ ધરવામાં આવનારા વિવિધ કાર્યક્રમો અને વ્યૂહરચના અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત