Video: મહેસાણાના ઉનાવામાં સબસીડીવાળા યુરિયા ખાતરના ગેરકાયદે સંગ્રહ મામલે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ

સોર્સ: gstv

મહેસાણાના ઊંઝાના ઉનાવા ખાતે ખેતીમાં વપરાતા સબસીડીવાળા યુરિયા ખાતરનો ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. સંબંધિત વિભાગ દ્વારા દરોડાની આ કાર્યવાહી દરમિયાન કુલ ૨ હજાર સાતસો ૪૩ ખાતરની થેલીઓ સહિત અંદાજે ૭ લાખ ૩૧ હજાર રૂપિયાનો કુલ મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિસબંધી મામલે ગોડાઉનના માલિક શશીકલાબેન પટેલ અને ગોડાઉન ભાડે રાખનાર વિવેક ડાભી એમ બે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તંત્ર દ્વારા જપ્ત કરાયેલા સાત લાખ રૂપિયાથી વધુના ખાતરના જથ્થાને લઈને આગળની કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત