Video: amc ની ડિમોલિશન પોલિસી-: બાંધકામ તોડતા પહેલાં 7 દિવસ અગાઉ કરવી પડશે જાણ , નિયમો ભંગ પર થશે કડક કાર્યવાહી

સોર્સ: gstv

અમદાવાદ શહેરમાં હવે મકાન કે કોમર્શિયલ બિલ્ડિંગ તોડતા પહેલાં માલિકો અને બિલ્ડરોએ ખાસ સાવચેતી રાખવી પડશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કામગીરીને વધુ સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે ‘અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026’ તૈયાર કરવામાં આવી છે. આ નવી નીતિ હેઠળ તોડકામ કરતા પહેલાં મનપાને ૭ દિવસ અગાઉ લેખિત જાણ કરવાથી લઈને કાટમાળના નિકાલ અને પર્યાવરણીય સુરક્ષા માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.અમદાવાદ શહેરમાં ડિમોલિશન દરમિયાન થતા અકસ્માતો અને ધૂળના પ્રદૂષણ પર લગામ લગાવવા માટે AMCએ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવી પોલિસી હેઠળ કોઈપણ મિલકત તોડતા પહેલાં મનપાને ૭ દિવસ અગાઉ લેખિત જાણ કરવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત, ડિમોલિશન સાઇટને બાંધકામના કદ અને ઊંચાઈના આધારે ૫ અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. મોટી સાઇટ પર તોડકામ દરમિયાન સ્ટ્રક્ચરલ એન્જિનિયરની દેખરેખ પણ ફરજિયાત કરવામાં આવી છે....પર્યાવરણ અને કામદારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાઇટ પર ડસ્ટ બેરિયર, ગ્રીન નેટ અને વોટર સ્પ્રિંકલિંગ જેવી ધૂળ નિયંત્રણની વ્યવસ્થા કરવી પડશે. કામદારો માટે હેલ્મેટ, સેફ્ટી શૂઝ અને સુરક્ષા સાધનો ફરજિયાત રહેશે. તોડકામ દરમિયાન આસપાસની મિલકતોને નુકસાન ન થાય તેની સંપૂર્ણ જવાબદારી તોડનારની રહેશે.

..:કાટમાળ નિકાલ માટે પણ કડક નિયમો બનાવાયા છે:

જાહેરાત

ડિમોલિશનથી નીકળતો કાટમાળ ૪૮ કલાકમાં સાઇટ પરથી હટાવવો પડશે.

​કાટમાળનું પરિવહન માત્ર ઢાંકેલાં વાહનોમાં જ કરીને તેને અધિકૃત પ્રોસેસિંગ સેન્ટર સુધી પહોંચાડવાનો રહેશે.

​કોંક્રિટ, લોખંડ, લાકડું અને પ્લાસ્ટિક જેવી સામગ્રીનું અલગ વર્ગીકરણ (Segregation) કરવું પડશે.

​નવા બાંધકામમાં ઓછામાં ઓછો ૧૫ ટકા C&D વેસ્ટનો પુનઃઉપયોગ (Reuse) કરવાનો રહેશે.

​જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ભારે દંડ અને કામગીરી બંધ કરાવવા સુધીના પગલાં લેવાશે. એટલું જ નહીં, GPMC એક્ટ 1949ની) હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત