Video: અમદાવાદમાં ડિમોલિશન માટે મનપાની નવી પોલિસી અને કડક નિયમો લાગુ

અમદાવાદ શહેરમાં મકાન કે કોમર્શિયલ બિલ્ડિંગના ડિમોલિશનને વધુ સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી ૨૦૨૬ અમલમાં મૂકવામાં આવી છે. આ નવી નીતિ હેઠળ હવે કોઈપણ મિલકત તોડતા પહેલા મનપાને ૭ દિવસ અગાઉ લેખિતમાં જાણ કરવી ફરજિયાત બનશે તેમજ સાઇટને ૫ કેટેગરીમાં વહેંચીને મોટી સાઇટો પર સ્ટ્રક્ચરલ એન્જિનિયરની દેખરેખ અનિવાર્ય કરાઈ છે. પર્યાવરણ અને કામદારોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને સાઇટ પર ડસ્ટ બેરિયર, ગ્રીન નેટ, વોટર સ્પ્રિંકલિંગ અને સેફ્ટી કિટ ફરજિયાત કરાઈ છે, જ્યારે નીકળતો કાટમાળ ૪૮ કલાકમાં માત્ર ઢાંકેલા વાહનો દ્વારા જ અધિકૃત સેન્ટર પર પહોંચાડીને ૧૫ ટકા વેસ્ટનો પુનઃઉપયોગ કરવાનો રહેશે. જો આ નિયમોનું ઉલ્લંઘન થશે તો ભારે દંડ, કામગીરી અટકાવવા સાથે જી.પી.એમ.સી. એક્ટ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.







