Video: મહેમદાવાદના લાખાપુરામાં ડીજેના ઘોંઘાટનો વિરોધ કરતાં વૃદ્ધ પર જીવલેણ હુમલો, 7 સામે ગુનો દાખલ!

સોર્સ: gstv

મહેમદાવાદ તાલુકાના લાખાપુરા ગામમાં ડીજેના ઘોંઘાટ મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મોટું ધીંગાણું મચી ગયું હતું. ઘરમાં બીમાર મહિલા હોય અને વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય ચાલતો હોવાથી એક વૃદ્ધે મોટા અવાજે અવાજ ધીમો કરવા અપીલ કરી હતી. જોકે, આ સામાન્ય બાબતથી ઉશ્કેરાયેલા ડીજે સંચાલકો અને તેના સાગરીતો દાદાગીરી પર ઉતરી આવ્યા હતા અને થોડી જ વારમાં 7 જેટલા શખ્સો લાકડીઓ લઈને ધસી આવી આતંક મચાવ્યો હતો. આ હુમલામાં વૃદ્ધ તેમજ તેમને બચાવવા વચ્ચે પડેલા યુવાનને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે મહેમદાવાદ પોલીસે જાનથી મારી નાખવાની ધમકી આપનાર તમામ સાત હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત