Video: ચોટીલામાં તળાવોની બિસ્માર હાલત

સોર્સ: gstv

સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં ચોમાસાની વિદાયના માત્ર 20 દિવસમાં જ 10થી વધુ ગામોનાં તળાવો ખાલી થઈ જતાં જળસંકટની સ્થિતિ સર્જાઈ છે. મોટા કાંધાસર, પાળીયાદ, કાબરણ, ભીમગઢ, પિયાવા, ડાકવડલા અને દેવસર સહિતનાં ગામોનાં તળાવોના પાળા તૂટેલા અને તળિયા ફાટેલા હોવાથી વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકતો નથી. મોટા કાંધાસરનું તળાવ વર્ષ 2017માં 40 ઈંચ વરસાદ દરમિયાન તૂટ્યું હતું, જેનું 10 વર્ષથી રિપેરિંગ ન થયું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. મનરેગા સહિતની યોજનાઓ હેઠળ તળાવો ઊંડા કરવા અને સમારકામ પાછળ કરોડોનો ખર્ચ કાગળ પર બતાવાતો હોવાના પણ આક્ષેપ થયા છે. તળાવો ખાલી હોવાથી માલઢોર માટે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે, જ્યારે ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક તળાવોના સમારકામની કામગીરી શરૂ કરવાની માગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત