Video: સરસપુરમાં પાન પાર્લર કર્મચારી પર પાઈપથી હુમલો

અમદાવાદના સરસપુર વિસ્તારમાં નજીવી બાબતે કારચાલકે પાન પાર્લરના કર્મચારી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અકરમખાન નામના યુવક અજંતા ટી એન્ડ પાર્લર ખાતે સફાઈ કામ કરી રહ્યા હતા, ત્યારે લાલુ નામનો શખ્સ કાર લઈને ત્યાં આવ્યો હતો. અવાજ આપવા છતાં જવાબ ન મળતાં આરોપીએ યુવક સાથે બોલાચાલી કરી ઉશ્કેરાઈને મારામારી શરૂ કરી હતી. આરોપીએ યુવકને માર માર્યા બાદ લાકડાના દંડા અને સ્ટીલની પાઈપ વડે હુમલો કર્યો હતો તેમજ પાન પાર્લરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત અકરમખાનને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જ્યારે શહેરકોટડા પોલીસે ફરાર આરોપી લાલુ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જાહેરાત








