મુખ્ય સામગ્રી પર જાઓ

Video: જામકંડોરણામાં માવઠાની માર: પવન સાથે વરસેલા વરસાદને કારણે મગફળી, મરચી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ

સોર્સ: gstv

રાજકોટના જામકંડોરણા પંથકમાં માવઠાની આફત યથાવત રહી છે. સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આવતા પંથકના ઉજળા અને બાલાપર ગામ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનક ફૂંકાયેલા પવન સાથે વરસેલા આ ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાનો ડર પેદા થયો છે. ખેતરોમાં કાપણી માટે તૈયાર પડેલા તેમજ ખેતરમાં સંગ્રહિત મગફળી, મરચી અને કપાસ જેવા મહત્વના પાકોને ભારે નુકસાન થવાની પ્રબળ ભીતિ સેવાઈ રહી છે. અન્નદાતાઓની આ મુશ્કેલ પરિસ્થિતિને લઈને સમગ્ર પંથકના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો